આજનું હવામાન : ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય ! ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગાહી મુજબ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જો કે 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાનું પણ અનુમાન છે. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે હાલ રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય હોવાના પગલે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ગુજરાતમાં અમદાવાદ, જુનાગઢ, ખેડા, મહેસાણા, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, મહીસાગર, સાબરકાંઠા, તાપી અને સુરત સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત કચ્છમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

