આજનું હવામાન : વરસાદને લઈને હવામાન નિષ્ણાતે કરી મોટી આગાહી, જાણો ક્યા ફરી થશે મેઘ મહેર, જુઓ Video

આજનું હવામાન : વરસાદને લઈને હવામાન નિષ્ણાતે કરી મોટી આગાહી, જાણો ક્યા ફરી થશે મેઘ મહેર, જુઓ Video

| Updated on: Aug 08, 2024 | 10:05 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આજે ડાંગ, વલસાડ, નવસારી, દમણ સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આવતીકાલે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ધોળકા, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે.

Published on: Aug 08, 2024 10:03 AM
g clip-path="url(#clip0_868_265)">