આજનું હવામાન : ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય ! હવામાન વિભાગે આ વિસ્તારોમાં આપ્યું રેડ એલર્ટ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યારે આગામી 5 દિવસ અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યારે આગામી 5 દિવસ અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. જ્યારે આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 18થી 20 તારીખ સુધી ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.જેમાં નવસારી, વલસાડ, દમણમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ગુજરાતમાં હાલ 4 સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં મેઘ તાંડવ થઈ શકે છે.
મેઘરાજા ગુજરાતને ધમરોળશે !
આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનરાધાર વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. 17થી 20 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોને મેઘરાજા ધમરોળશે. તો દક્ષિણ ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

