ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે
હવામાન વિભાગે(IMD) ગુજરાતમાં (Gujarat) વધુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની(Rain) આગાહી કરી છે.જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.આ તમામ વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને સતર્ક કર્યું છે.
સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સંકટ હજુ ટળ્યું નથી અને રાજકોટ, જૂનાગઢ તથા જામનગર જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરો જેવા કે દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ તરફ મધ્ય ગુજરાતના શહેરો જેવા કે દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ભારેની આગાહી કરવામાં આવી છે.જ્યારે દક્ષિણ ગુજરાતના શહેરો, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો રાજ્યની વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી . આ બેઠકમાં આગામી 3 દિવસની આગાહી મુદ્દે ચર્ચા કરવામાં આવી અને પ્રભાવિત થનારા જિલ્લાના તંત્રને સતર્ક કરવામાં આવ્યું.સાથે જ અગમચેતીના ભાગરૂપે કેટલાક નિર્ણયો પણ લેવાયા છે. ભારે વરસાદની આગાહીને પગલે NDRF અને SDRF ની ટીમોને સ્ટેન્ડ બાય રખાઇ છે.
કુલ 13 ટીમોને તૈનાત કરવામાં આવી છે.આ સિવાય રાજ્યના કુલ 65 જળાશયો હાઇએલર્ટ પર મુકાયા છે. જ્યારે 5 જળાશયો એલર્ટ પર જાહેર કરાયું છે…આ સિવાય રાજ્યના 13 જળાશયોને વોર્નિંગ આપવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધી પડેલા વરસાદ બાદ સરદાર સરોવર નર્મદા ડેમમાં 1.76 લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહ શક્તિના 52.85 ટકા છે . સાથે જ રાજ્યના કુલ 206 જળાશયોમાં 3.98 લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે.
આ પણ વાંચો : NARMADA : સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી અભિભૂત થયા મુંબઈ સ્થિત અમેરિકી દુતાવાસના કોન્સ્યુઅલ જનરલ ડેવિડ રેન્ઝ
આ પણ વાંચો : કોરોનાના સંકટ વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર, FDI માટે ભારત બન્યું મનપસંદ સ્થળ