Porbandar Rain Update : પોરબંદરમાં જળ તાંડવ ! શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ, 550થી વધારે લોકોનું સ્થળાંતર, જુઓ Video

|

Jul 20, 2024 | 10:35 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે પોરબંદરમાં જળ પ્રકોપની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે ફરી અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર સજ્જ છે. જેના પગલે આજે દ્વારકા અને પોરબંદરમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે પોરબંદરમાં જળ પ્રકોપની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે ફરી અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર સજ્જ છે. જેના પગલે આજે દ્વારકા અને પોરબંદરમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. બંન્ને જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.

રસ્તાઓ પાણીમાં ગરકાવ

પોરબંદરમાં ફરી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પોરબંદરમાં અતિભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. શહેરના મુખ્ય માર્ગ એમ.જી રોડને જોડતા અન્ય માર્ગો પર પાણીમાં ગરકાવ છે. છાયા પ્લોટ વિસ્તારના રસ્તા પર લગભગ 4 થી 5 ફૂટ પાણી ભરાયા છે. પોલીસે બેરીકેડ મૂકી અવરજવર બંધ કરી છે. શહેરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થવાથી રહેવાસીઓ મુશ્કેલીઓ જોવા મળી છે.

550થી વધારે લોકોનું સ્થળાંતર કરાયું

પોરબંદરમાં અતિભારે વરસાદના પગલે 550થી વધુ લોકોનું સ્થળાતર કરવામાં આવ્યુ છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકોનું સ્થળાતર કરાવવામાં આવ્યું છે. લોકોને શેલ્ટર હોમ તેમજ શાળાઓમાં સ્થળાંતર કરાયા છે. શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે.

Next Video