આજનું હવામાન : ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી ચેતવણી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી ચેતવણી, જુઓ Video

| Updated on: Sep 02, 2025 | 7:58 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 7 દિવસ હજુ પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 7 દિવસ હજુ પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દમણ અને દાદરાનગરમાં પણ યલો એલર્ટ અપાયું છે. આગાહી મુજબ 4 સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશે અને સપ્ટેમ્બર મહિના દરમિયાન સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે.હાલમાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે આજે દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની પણ સંભાવના છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો