Rain : ચોમાસાની સત્તાવાર વિદાય પહેલાં વરસાદે ધડબડાટી બોલાવી, છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ચોમાસાની સત્તાવાર વિદાય પહેલાં વરસાદે અનેક વિસ્તારોમાં ધડબડાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ચોમાસાની સત્તાવાર વિદાય પહેલાં વરસાદે અનેક વિસ્તારોમાં ધડબડાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના આહવામાં 4.61 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના મહુવામાં 3.03 ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં 2.87 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય 13 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના આહવામાં 4.61 ઈંચ વરસાદ વરસ્યો છે.
વલસાડમાં પડ્યો ભારે વરસાદ
બીજી તરફ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓમાં પાણીની આવક થઇ રહી છે. ઓરંગા, પાર, વાંકી અને દમણ ગંગા નદીમાં પાણીની આવક વધી છે. તંત્ર દ્વારા કુલ 16 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં. નીચાળવાળા કોઝવે પર પાણી ફરી વળતા બેરિકેટ મુકાયા. 16 રસ્તા બંધ થતા લોકોને 10થી 15 કિમીનો ફેરો ફરવાનો વારો આવ્યો.
