આજનું હવામાન : ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ તેવી શક્યતા, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ તેવી શક્યતા, જુઓ Video

| Updated on: Jul 12, 2025 | 8:30 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી પહેલા ભારે વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી પહેલા ભારે વરસાદ જોવા મળશે. જે બાદ મેઘરાજા સૌરાષ્ટ્રને પણ ધમરોળી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 12 જુલાઇથી 16 જુલાઇ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 12 અને 13 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરી છે. જે મુજબ 12 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. તો 13 જુલાઈએ અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે.તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની શક્યતા છે.15 જુલાઈએ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો