આજનું હવામાન : આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યારે વરસાદ લેશે વિરામ, જુઓ Video

આજનું હવામાન : આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યારે વરસાદ લેશે વિરામ, જુઓ Video

| Updated on: Jul 10, 2025 | 8:04 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 10 જુલાઈ બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે. આ સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, મઘ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે.જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં પવન સાથે વરસાદી ઝાપટાનું અનુમાન છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો દાવો છે કે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે. તો 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જ્યારે 24થી 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની અંબાલાલે શક્યતા સેવી રહી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો