આજનું હવામાન : મુંબઈમાં અટવાયેલું ચોમાસુ થોડાક જ દિવસમાં આવશે ગુજરાત, આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટા-છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, મહિસાગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.ચોમાસુ હજુ પણ મુંબઈમાં જ સ્થિર છે.2 થી 3 દિવસમાં ચોમાસુ આગળ વધે તેવી સંભાવના છે.રાજ્ય ભરમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે આગાહી મુજબ વરસાદ પડે તો અનેક વિસ્તારોમાં લોકોને ઉકળાટથી રાહત મળશે.
અંબાલાલ પટેલે ચોમાસાની કરી આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાના આગામને લઈને પણ આગાહી કરી છે. મુંબઈમાં અટવાયેલું ચોમાસું ગુજરાતમાં 13 તારીખ પછી આવી શકે તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં 26 જૂનથી ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરી છે. આંધી તૂફાન સાથે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.