Rain News : સુરતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો જળમગ્ન, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતના કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતના કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. સુરતના કતારગામ, લાલ દરવાજા અને રાંદેર જેવા મુખ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. અમરોલી, વરાછા અને જહાંગીરપુરા જેવા વિસ્તારોમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો.
સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ખાબક્યો વરસાદ
સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં કીમ, કુરસદ, કરંજ, લીંબોદરા અને હરિયાળ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. આ વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ડાંગર, તલ અને કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોની આવક પર અસર પડે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે સુરતમાં હજુ વધુ વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ થયું છે. નગરપાલિકા અને અન્ય સંબંધિત વિભાગો વરસાદના કારણે નુકસાન થયું છે.
