Rain News : અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, વાહનચાલકોને હાલાકી, જુઓ Video

Rain News : અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, વાહનચાલકોને હાલાકી, જુઓ Video

| Edited By: | Updated on: Jun 26, 2025 | 7:37 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. 4 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મણિનગર, રખિયાલ, અમરાઈવાડી, વસ્ત્રાલમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. 4 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મણિનગર, રખિયાલ, અમરાઈવાડી, વસ્ત્રાલમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. જશોદાનગર, હાટકેશ્વર સર્કલ પાસે પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ખોખરાથી CTM તરફનો માર્ગ પાણી ભરાતા બેટમાં ફેરવાયો છે.

ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે મણિનગર કૃષ્ણબાગ ચાર રસ્તા પાસે બસ ફસાઇ હતી. અનુપમ સિનેમા પાસે રસ્તો બેસી ગયો છે. પાણી ભરાયેલા માર્ગો પર વાહનો બંધ પડતા હાલાકીનો સામેનો કરવામાં આવ્યો છે. ભારે વરસાદથી ખારીકટ કેનાલમાં પાણીનો નિકાલ ધીમો થયો હતો. ગોરના કુવાથી અમરાઈવાડી સુધીના રોડ પર પાણી ભરાયા હતા.

અમદાવાદના પાલડી અને જમાલપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. એલિસબ્રિજ, લાલ દરવાજામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. મણિનગર પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો