Dang : ડાંગ જિલ્લામાં પડ્યો ભારે કમોસમી વરસાદ, પ્રવાસીઓ મુકાયા ચિંતામાં, જુઓ Video

Dang : ડાંગ જિલ્લામાં પડ્યો ભારે કમોસમી વરસાદ, પ્રવાસીઓ મુકાયા ચિંતામાં, જુઓ Video

| Edited By: | Updated on: Oct 22, 2025 | 12:50 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગીરીમથક સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ પડતા રસ્તા પરથી પાણી વહેતા થયા છે. દિવાળી વેકેશન માટે આવેલા પ્રવાસીઓ ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદથી ડાંગરના તૈયાર પાકને નુકસાની ભીતિં છે.

ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ પડતા રસ્તા પરથી પાણી વહેતા થયા છે. દિવાળી વેકેશન માટે આવેલા પ્રવાસીઓ ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદથી ડાંગરના તૈયાર પાકને નુકસાન થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ વરસાદી સંકટ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં તો છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી મુશ્કેલી જોવા મળી રહી છે. ત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ બાદ રાજ્યમાં માવઠાનો કહેર જોવા મળી શકે છે. 11 કરતા વધુ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 7 દિવસથી વરસાદ પડી રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં વરસાદની જ શકયતાઓ રહેશે.ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આમ આગામી દિવસોમાં ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો