Gir Somnath: ગીર જંગલ અને દ્રોણેશ્વર વિસ્તારમાં ધોધમાર વરસાદ, અનરાધાર વરસાદથી મચ્છુન્દ્રી નદીમાં આવ્યું ઘોડાપૂર, ગીરગઢડા તાલુકાને જોડતો રસ્તો બંધ

Gir Somnath: ગીર જંગલ અને દ્રોણેશ્વર વિસ્તારમાં ધોધમાર વરસાદ, અનરાધાર વરસાદથી મચ્છુન્દ્રી નદીમાં આવ્યું ઘોડાપૂર, ગીરગઢડા તાલુકાને જોડતો રસ્તો બંધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 7:10 PM

ગીર સોમનાથના (Gir Somnath) ગીર જંગલ અને દ્રોણેશ્વર વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે નદીઓ (Rivers) બે કાંઠે વહી રહી છે. અનરાધાર વરસાદથી મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે.

ગુજરાતમાં (Gujarat)  મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. રાજ્યમાં મેઘો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મેઘ તાંડવ યથાવત રહેશે. રાજ્યમાં આગામી 17 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) ૫ડવાની સંભાવના છે. ગીર સોમનાથમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. કોડીનાર નજીક વિઠ્ઠલપુરથી પસાર થતી શાંગાવાડી નદીમાં પૂર આવ્યા છે. જેના પગલે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ (Alert) કરવામાં આવ્યા છે. ગીરની નદીઓનો રમણીય નજારો જોવા સહેલાણીઓ ઉમટયા હતા.

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીરસોમનાથ જિલ્લામાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. કોડીનાર નજીક વિઠ્ઠલપુરથી પસાર થતી શાંગાવાડી નદીમાં પૂર આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. જેથી સલામતીના ભાગરૂપે રોડ બંધ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેને ફરી બંધ કરવામાં આવ્યો છે. બ્રિજના ડાયવર્ઝન પર સોમત નદીનું પાણી ફરી વળતા પેઢાવાડા ગામ નજીક હાઈવે બંધ કરાયો છે. હાઈવે બંધ થતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. જેના પગલે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગીર સોમનાથના ગીર જંગલ અને દ્રોણેશ્વર વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. અનરાધાર વરસાદથી મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. નદીમાં પાણીની ભારે આવક થતાં ગીરગઢડા તાલુકાને જોડતો રસ્તો બંધ થયો છે. ડેમ નજીક પુલ પર પાણી ફરી વળતા વાહન-વ્યવહાર બંધ થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તો બીજી તરફ ગીરની નદીઓનો રમણીય નજારો જોવા સહેલાણીઓ ઉમટયા હતા.

g clip-path="url(#clip0_868_265)">