Rain News : ધાનેરામાં સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ યથાવત ! રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે બંધ, જુઓ Video

Rain News : ધાનેરામાં સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ યથાવત ! રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે બંધ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 04, 2025 | 2:24 PM

મેઘરાજાએ બનાસકાંઠાને ધમરોળ્યું છે. ત્યારે બનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠામાં સતત બીજા દિવસે ધાનેરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધાનેરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

મેઘરાજાએ બનાસકાંઠાને ધમરોળ્યું છે. ત્યારે બનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠામાં સતત બીજા દિવસે ધાનેરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધાનેરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વક્તાપુરા, આલવાડા, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે વરસાદ ખાબક્તા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

ધાનેરાથી બાપલા બોર્ડરને જોડતો સ્ટેટ હાઈવે જળમગ્ન થયો છે. ધાનેરાના આલવાડાથી રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. હાઈવે પર પાણી ભરાતા અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. હાઈવે ઓથોરિટી સામે બેદરકારીના આક્ષેપ ઉઠ્યા છે. રોડનું પુરાણ ન કરતાં ખાડાઓમાં પાણી ભરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આલવાડા સહિત ગામનો જોડતો માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

જામનગરમાં ધોધમાર વરસાદને પગલે જળાશયો છલકાયા

બીજી તરફ જામનગરમાં ધોધમાર વરસાદને પગલે જળાશયો છલકાયા છે. રણજીતસાગર અને રંગમતી ડેમ ઓવરફલો થયા. બંને મોટા ડેમ છલકાતા નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને પગલે એલર્ટ અપાયુ. લાઉડ સ્પિકર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી. નાગરિકોને કાંઠા વિસ્તારમાં ન જવા તંત્રએ સૂચના આપી.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો