આગામી ત્રણ દિવસ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં આપ્યુ વરસાદનું યલો અને ઓરેન્જ ઍલર્ટ- Video

|

Jun 28, 2024 | 4:55 PM

ગુજરાતમાં આગામી દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટીંગ કરશે. જેમા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં હવે ચોમાસુ બરાબરનું જામી ગયુ છે અને તેનો અસલી મિજાજ બતાવવાનુ શરૂ કર્યુ છે. આગામી ત્રણ દિવસ મેહુલિયો મન મુકીને વરસશે અને ગુજરાતની તરસી ધરાને તરબોળ કરશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને ઘમરોળશે મેઘરાજા

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેમા રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદ પડશે.   28 જુનની વાત કરીએ તો આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યુ છે.

આ જિલ્લાઓમાં થશે ભારેથી અતિ ભારે વરસાદ

જે જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તેમાંબનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અનેત તાપીનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો ઍલર્ટ આપવામાં આવ્યુ છે.

29 જૂને નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 30 જૂને ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:54 pm, Fri, 28 June 24

Next Video