Rain News : ધોરાજી પંથકમાં આભ ફાટ્યુ ! ચરેલ ગામે એક કલાકમાં 6 ઈંચ, તો ભાડેરમાં એક કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

|

Jul 19, 2024 | 1:00 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભાડેર ગામમાં સતત બીજા દિવસે આભ ફાટ્યું હોવાની સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભાડેર ગામમાં સતત બીજા દિવસે આભ ફાટ્યું હોવાની સ્થિતિ સર્જાઈ છે. ભાડેર ગામમાં એક કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે.

ભાડેર ગામમાં નદી અને વોકળામાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક જોવા મળી છે. ગઈ કાલે પણ ભાડેર ગામમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો.પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકને પગલે નદીઓ બની ગાંડી તૂર જોવા મળી છે.

ચરેલ ગામે એક કલાકમાં 6 ઈંચ વરસાદ

બીજી તરફ રાજકોટના જામકંડોરણા શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદ પડ્યો છે. ચરેલ ગામે એક કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. નદીમાં પૂર આવતા જામકંડોરણા તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ચરેલ ગામે ભારે વરસાદથી રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના પગલે નદી-નાળા બે કાંઠે વહેતા થયાં છે. તેમજ ચિત્રાવડ, ચાવંડી, બાલાપર, ખાટલી, બરડીયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

ભાદાજાળિયા ગામમાં 2 કલાકમાં 7 ઈંચ વરસાદ

આ તરફ ભાદાજાળિયા ગામમાં 2 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાદાજાળિયા ગામના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. આ ઉપરાંત ધોધમાર વરસાદના પગલે ખેતરો પણ જળમગ્ન થયા છે. મુશળધાર વરસાદના કારણે નદી અને ચેકડેમમાં પાણી આવક વધી છે.

Next Video