Rain : ભરુચમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, હાંસોટમાં 2 કલાકમાં 2 ઈંચ ખાબક્યો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ભરુચમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભરુચના હાંસોટમાં માત્ર 2 કલાકમાં જ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નેત્રંગમાં 2 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ભરુચમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભરુચના હાંસોટમાં માત્ર 2 કલાકમાં જ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નેત્રંગમાં 2 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે. વાલિયામાં 1 ઇંચ વરસાદ 2 કલાકમાં જ નોંધાયો છે. આ ઉપરાંત ઝઘડિયા, ભરૂચ, વાગરામાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
સુરતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા
બીજી તરફ સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતના કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. સુરતના કતારગામ, લાલ દરવાજા અને રાંદેર જેવા મુખ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. અમરોલી, વરાછા અને જહાંગીરપુરા જેવા વિસ્તારોમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો.