Rain News : વીજળીના કડાકા-ભડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ, વીજળી પડતા એક મકાન ધરાશાયી,જુઓ Video

Rain News : વીજળીના કડાકા-ભડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ, વીજળી પડતા એક મકાન ધરાશાયી,જુઓ Video

| Edited By: | Updated on: Aug 31, 2025 | 12:58 PM

આજે વહેલી સવારથી જ દાહોદમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પવનના સુસવાટા સાથે વિજળીના કડાકા અને વાદળના ગડગડાટ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. લીમડી, ઝાલોદ, સુખસર, ફતેપુરા અને લીમખેડામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

આજે વહેલી સવારથી જ દાહોદમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પવનના સુસવાટા સાથે વિજળીના કડાકા અને વાદળના ગડગડાટ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. લીમડી, ઝાલોદ, સુખસર, ફતેપુરા અને લીમખેડામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દાહોદના ધાનપુર દેવગઢબારિયા અને ગરબાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જળાશયો છલકાયા છે. તેમજ કેટલાક વિસ્તારો જળમગ્ન બન્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ હતી.

બીજી તરફ દાહોદના સિંગવડના રણધીકપુર ગામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે એક મકાન પર વીજળી પડતા મકાન ધરાશાયી થયું છે. મળતી માહિતી અનુસાર કાટમાળ નીચે બે બકરાના દબાઈ જતા મોત થયા છે. તેમજ પરિવારનો આબાદ બચાવ થયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો