આજનું હવામાન : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 5 દિવસ વરસાદની શક્યતા છે. 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 5 દિવસ વરસાદની શક્યતા છે. 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જે મુજબ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે જ 35-50 કિમી પ્રતિકલાક સુધી પવનની ગતિ રહેવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આ વચ્ચે હવામાન વિભાગે રાજકોટ, જુનાગઢ, અમરેલી, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સાથે જ ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. વલસાડ, દમણ અને દાદરાનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા વરસાદ થવાનો છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જેથી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
