Rain News :  ઊંઝાના અંડરપાસમાં ભરાયા વરસાદી પાણી, પિકઅપ ડાલું ફસાઈ ગઇ, જુઓ Video

Rain News : ઊંઝાના અંડરપાસમાં ભરાયા વરસાદી પાણી, પિકઅપ ડાલું ફસાઈ ગઇ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 15, 2025 | 2:44 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે મહેસાણાના ઊંઝામાં પણ ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે મહેસાણાના ઊંઝામાં પણ ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ઊંઝાના અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

અંડરપાસમાં ભરાયા વરસાદી પાણી

વરસાદી પાણી વચ્ચે પિકઅપ ડાલું પણ ફસાઈ ગઇ હતી. પાણી ભરાવાના કારણે અંડરપાસમાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. રાત્રી દરમિયાન ઊંઝા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાત્રી દરમિયાન ઊંઝા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાલિકાએ અંડરપાસમાંથી પાણી કાઢવા કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઊંઝા શહેરના આ અંડરપાસમાં વરસાદી માહોલમાં પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યા છે. પાણી ભરાઈ જતા શહેરીજનોને હાલાકી ભોગવવી પડે છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો