Surat Rain : વહેલી સવારથી જ શહેરમાં વરસાદી માહોલ, રસ્તા પર ફરી વળ્યા પાણી, જુઓ Video

|

Jul 11, 2024 | 2:59 PM

સુરતમાં વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં વારસાદી માહોલ જામ્યો છે. શહેરના અઠવાલાઈન, અડાજણ, પાલ, રાંદેર, પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

સુરતમાં વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં વારસાદી માહોલ જામ્યો છે. શહેરના અઠવાલાઈન, અડાજણ, પાલ, રાંદેર, પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના મજુરા ગેટ ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ કાપોદ્રા ,સરથાણા સહિત તમામ વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. જેના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા છે.

Next Video