Rain News : કચ્છમાં જળબંબાકારની સ્થિતિ, મેકણ સરોવરના પ્રવાહમાં 10 થી વધુ ગાય તણાઈ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અબડાસાના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. રવા, કોઠારા, રાતાતળાવ, ડુમરા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે.

ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. દહીંસરા, સુખપરા, માનકુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેમજ કચ્છના નખત્રાણાના નાની ખોભડીમાં મેઘકહેર જોવા મળ્યો છે. પાણીના ધસમસતા પ્રવાહમાં ગૌવંશ તણાયો છે. મેકણ સરોવરના પ્રવાહમાં 10 થી 15 ગાયો તણાયા છે. ચરવા માટે છોડેલી ગાયો પ્રવાહમાં તણાઈ છે.
વાઘોડિયામાં ધોધમાર વરસાદ
બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં પણ વરસાજી રમઝટ જોવા મળી છે. વાઘોડિયામાં બે દિવસના વિરામબાદ ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. વાઘોડિયા ટાઉન જી.આઇ.ડી.સી, એસ.ટી. ડેપો, નવીનગરી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા હતા. પરિશ્રમ સોસાયટીન રોડ પર વરસાદી પાણી ભરાયા હતા.