Vadodara Video : ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વધુ 9 લોકોના મોત, દર્દીઓની સંખ્યા વધતા અલગ વોર્ડ બનાવાયો

|

May 25, 2024 | 3:21 PM

ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે વડોદરામાં 9 લોકોના મોત થયા છે.ગભરામણ, હાર્ટ એટેક, હીટ સ્ટ્રોક સહિતના કારણે લોકોએ જીવ ગુમાવ્યો છે. હીટવેવના પગલે GEB લાઈનના ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયુ છે.

 Vadodara News : ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે વડોદરામાં 9 લોકોના મોત થયા છે.ગભરામણ, હાર્ટ એટેક, હીટ સ્ટ્રોક સહિતના કારણે લોકોએ જીવ ગુમાવ્યો છે. હીટવેવના પગલે GEB લાઈનના ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયુ છે.

7 દિવસમાં 29 થી વધુ લોકોના મોત

વડોદરામાં છેલ્લા સાત દિવસમાં ગરમીના કારણે 29 થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. વડોદરામાં ગરમીના કહેર વચ્ચે SSG દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે દર્દીઓની સંખ્યા વધતા અલગથી વોર્ડ બનાવવાની ફરજ પડી છે.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કુલ 20 થી વધુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, અરવલ્લી, ખેડા,જૂનાગઢ, ભાવનગર, કચ્છ, બોટાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video