ગુજરાતમાં ફરી વળ્યું ગરમીનુ મોજૂ, માર્ચના પ્રથમ સપ્તાહમાં પારો પહોંચ્યો 40 ડિગ્રીએ
ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. આજે 8 માર્ચને રવિવારના રોજ સૌથી વધુ ગરમી સૌરાષ્ટ્રમાં નોંધાઈ છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોચી ગયો છે.
ગુજરાતમાં આગામી બે દિવસ ગરમીનુ મોજૂ ફરી વળવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં વાતાવરણ સુકુ રહેશે. દિવસના મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.
ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. આજે 8 માર્ચને રવિવારના રોજ સૌથી વધુ ગરમી સૌરાષ્ટ્રમાં નોંધાઈ છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોચી ગયો છે.
ભાવનગરના મહુવામાં 39.8 ડિગ્રી જ્યારે જૂનાગઢના કેશોદમાં 39.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે. અમદાવાદમાં તાપમાનનો પારો 39. 4 ડીગ્રીએ પહોચી ગયો છે. બનાસકાંઠાના ડિસામાં પારો 39.6 ડિગ્રીએ અટક્યો છે. ભાવનગરમાં 37.6, ગાંધીનગરમાં 39, વલ્લભવિદ્યાનગરમાં 38.5, વડોદરામાં 39.4, સુરતમાં 39.1, ભૂજમાં 39.4. નલિયામાં 37 ડિગ્રી ગરમી નોંધાઈ છે.
ધારાસભ્યની હાજરીમાં જ ભાજપના મહામંત્રી પર ઘાતકી હુમલો, ખાતમૂહ્રત દરિમયાન થઈ ભાગમભાગી – જુઓ Video
Follow Us