બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

|

May 19, 2024 | 2:18 PM

બનાસકાંઠા જિલ્લામાં પણ ગરમીનો પારો રવિવારે પણ ઉંચો રહેવા પામ્યો હતો અને લોકો ગરમીને લઈ પરેશાન જોવા મળ્યા હતા. અંગ દઝાડતી ગરમીને લઈ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી લઈને મોટા ભાગના વિસ્તારોના રસ્તાઓ પણ સૂમસામ બન્યા છે.

રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચે જઈ રહ્યો છે અને આજ પ્રમાણે રવિવારે પણ કાળઝાળ ગરમીનો અહેસાસ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ગરમીનો પારો રવિવારે પણ ઉંચો રહેવા પામ્યો હતો અને લોકો ગરમીને લઈ પરેશાન જોવા મળ્યા હતા. અંગ દઝાડતી ગરમીને લઈ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી લઈને મોટા ભાગના વિસ્તારોના રસ્તાઓ પણ સૂમસામ બન્યા છે.

હવામાન વિભાગે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે એવી આગાહી કરી છે. જેને લઈ લોકોએ ગરમીથી રાહત મેળવવા માટે ઠંડક ધરાવતા સ્થળોએ રહેવા અને ઘરમાં જ રહેવા માટે મજબૂર થવુ પડ્યું છે. ગરમીનો પારો હજુ પણ આગામી સપ્તાહે ઉંચો રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video