રાજકોટ વીડિયો: આશા ફૂડ નામના એકમમાં આરોગ્ય વિભાગના દરોડા, 5,200 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કર્યો

રાજકોટમાં આશા ફૂડ નામના એકમમાંથી આરોગ્ય વિભાગે 5,200 કિલો જેટલા દાબેલા ચણા, સાદા ચણા અને મગનો જથ્થો જપ્ત કર્યો છે. તો દાઝેલુ તેલ,ટેસ્ટિ મસાલા સહિત અન્ય ચીજવસ્તુઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પણ મોકલવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2024 | 3:57 PM

રાજકોટ આરોગ્ય વિભાગની કાર્યવાહીમાં સૌથી મોટો ખુલાસો થયો છે. બાતમીના આધારે શહેરની દિનદયાળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પાડવામાં આવેલા દરોડામાં મોટાપાયે લોલમલોલ સામે આવી છે. આશા ફૂડ નામના એકમમાંથી આરોગ્ય વિભાગે 5,200 કિલો જેટલા દાબેલા ચણા, સાદા ચણા અને મગનો જથ્થો જપ્ત કર્યો છે. તો દાઝેલુ તેલ,ટેસ્ટી મસાલા સહિત અન્ય ચીજવસ્તુઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પણ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે અધિકારીઓ એકમ પર પહોંચ્યા ત્યારે મોટાપાયે અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી હતી.

મહત્વપૂર્ણ છે કે સંચાલકો દ્વારા ચણાને ચટપટા અને સ્વાદિષ્ટ બનાવવા માટે બોરિક એસિડ એટલે કે શંખ જીરૂનો ઉપયોગ કરતા હતા. આરોગ્ય અધિકારીની માનીએ તો શંખજીરૂ એટલે કે બોરિક એસિડ આરોગ્ય માટે હાનિકારક છે. શંખ જીરૂ ખાવાથી મ્હો અને આંતરડામાં ચાંદા પડી શકે છે, લાંબાગાળે અલ્સરની પણ બીમારી થવાની શક્યતા છે.

જોકે TV9ની ટીમ સમક્ષ આવેલા આશા ફૂડના સંચાલકે સૌથી મોટો ખુલાસો કર્યો છે. સંચાલકે દાવો કર્યો કે એકમમાં દૈનિક 1200 કિલો ચણાનું ઉત્પાદન કરાતું હતુ અને રાજકોટ સહિત ગુજરાતભરમાં તેની સપ્લાય થતી હતી. શંખ જીરૂ ચણા સ્વાદિષ્ટ લાગે તે માટે વપરાતુ હોવાનો પણ સંચાલકે દાવો કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
નવરાત્રી પહેલા માતાજીની ફેન્સી અને ડિઝાઈનર ગરબીની માગ વધી
નવરાત્રી પહેલા માતાજીની ફેન્સી અને ડિઝાઈનર ગરબીની માગ વધી
સિંહ ગરૂડની આવી ભાઈબંધી ક્યાંય નહીં જોઈ હોય, વિશ્વાસ ન આવે તો જુઓVideo
સિંહ ગરૂડની આવી ભાઈબંધી ક્યાંય નહીં જોઈ હોય, વિશ્વાસ ન આવે તો જુઓVideo
રાજુલાના કોટડી ગામે આવી ચડ્યા સિંહો, ગામમાં આંટાફેરા કરતા દેખાયા
રાજુલાના કોટડી ગામે આવી ચડ્યા સિંહો, ગામમાં આંટાફેરા કરતા દેખાયા
રાજકોટમાં દારુની રેલમછેલ ! દેશી દારુની ભઠ્ઠી પર પીસીબીના દરોડા
રાજકોટમાં દારુની રેલમછેલ ! દેશી દારુની ભઠ્ઠી પર પીસીબીના દરોડા
સુરતમાં હોટલ પર માલિકનું નામ લખવાની ભાજપ કોર્પોરેટર વિજય ચોમાલેની માગ
સુરતમાં હોટલ પર માલિકનું નામ લખવાની ભાજપ કોર્પોરેટર વિજય ચોમાલેની માગ
g clip-path="url(#clip0_868_265)">