મૌલાના સલમાન અઝહરીની ધરપકડ માટે અરવલ્લી પોલીસ કચ્છ પહોંચી, કોર્ટના આદેશ બાદ થશે કાર્યવાહી

મૌલાન સલમાન અઝહરીના કચ્છ પોલીસમાં ચાલી રહેલી તપાસના રિમાન્ડ રવિવારે પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઈ હવે અરવલ્લી પોલીસ મૌલાનાની ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરવામા આવી શકે છે. મોડાસા શહેર પોલીસ મથકે ગત શુક્રવારે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનારા આયોજક ઇશાક ઘોરીની ધરપકડ બાદ રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે.

| Updated on: Feb 11, 2024 | 3:20 PM

મૌલાના સલમાન અઝહરી હવે કચ્છથી અરવલ્લી પહોંચી શકે છે. મોડાસા શહેર પોલીસ દ્વારા મૌલામા મુફ્તી સલમાન અઝહરી સામે ભડકાઉ ભાષણના મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગત શુક્રવારે મૌલાના અઝહરી સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં મૌલાના અઝહરી જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનારા આયોજક ઇશાક ઘોરીની ધરપકડ કરવામાં આવી હતી. જેને કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ પર સોંપવામાં આવ્યો હતો.

આ દરમિયાન મૌલાના અઝહરી સામે હાલમાં કચ્છ પોલીસ તપાસ કરી રહી છે. જેમાં ભચાઉમાં આરોપી મૌલાના અઝહરીના રિમાન્ડ રવિવારે પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઈ હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. બીજી તરફ અરવલ્લી પોલીસ પણ ભચાઉ પહોંચી છે, જ્યાં મોડાસા પોલીસ દ્વારા આરોપી મૌલાના અઝહરીની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરશે.

આ પણ વાંચો:  મહેસાણાઃ HSRP નકલી નંબર પ્લેટ તૈયાર કરવાનું કૌભાંડ! SOG એ મોટા જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપ્યો

ભચાઉમાં આ અંગેની કાર્યવાહી હાથ ધરાશે, જેને લઈ હવે કોર્ટ તરફ સૌની નજર મંડરાઇ છે. કોર્ટના આદેશ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. ટ્રાન્સફર વોરંટથી તેમને મોડાસા લાવવામાં આવી શકે છે. જ્યાં મોડાસા કોર્ટમાં રજૂ કરીને મૌલાના અઝહરીના રિમાન્ડ માંગવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">