Breaking News : સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન, સરકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે, જુઓ Video

Breaking News : સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન, સરકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે, જુઓ Video

| Updated on: Oct 05, 2026 | 8:58 AM

સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ગૌહત્યા મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે ગૌહત્યા સામે કડક કાર્યવાહી કરી છે.

સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોક સિંઘલજીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌહત્યા મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ગુજરાત સરકારે ગૌહત્યા સામે કડક કાર્યવાહી કરી છે અને ભવિષ્યમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં અંદાજે ૧૫ જેટલા ગૌ હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગૌ હત્યારાઓને ૭ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં રાજ્ય સરકારને સફળતા મળી છે. તેમણે દાવો કર્યો કે ગુજરાતના જુદા જુદા ખૂણામાં આવેલી કોર્ટો દ્વારા આ મામલે કડક નિર્ણયો આપવામાં આવ્યા છે.

હર્ષ સંઘવીએ લોકોને આ બાબતે કોઈ વધારાનું જોખમ ન લેવાની સલાહ આપતા ખાતરી આપી હતી કે, તેઓ પોતાની ઓફિસમાંથી જ સાથી તરીકે અડધી રાત્રે પણ માહિતી મળતાની સાથે જ ફોલોઅપ લેશે. તેમણે આ મુદ્દે સરકાર, પોલીસ અને સામાજિક સંગઠનો સાથે મળીને કાર્યને વધુ મજબૂત બનાવવાની વાત પર ભાર મૂક્યો. આ નિવેદન બાદ ગૌહત્યા સામેની કાર્યવાહીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ! હવે મહેસૂલી કર્મચારીઓ શું કરશે? જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.