AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબરકાંઠાઃ ચાલુ વીજ લાઈનના તાર અને ડીપી ચોરી આચરતા શખ્શ ઝડપાયા, 20 ભેદ ઉકેલાયા

સાબરકાંઠાઃ ચાલુ વીજ લાઈનના તાર અને ડીપી ચોરી આચરતા શખ્શ ઝડપાયા, 20 ભેદ ઉકેલાયા

| Updated on: Feb 01, 2024 | 9:40 AM
Share

સાબરકાંઠામાં વધતી ચોરીઓના પ્રમાણ વચ્ચે એલસીબીની ટીમે વધુ ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. હિંમતનગમાં ભંગારનો સામાન લે-વેચ કરતા સખ્શો ખુદ જ વીજ તારની ચોરી આચરતા હોવાનું સામે આવ્યુ છે. એલસીબીએ બે શખ્શોને ઝડપતા 7 નોંધાયેલા અને અન્ય 13 મળી 20 ચોરીના ભેદ ઉકેલાયા છે.

વીજ થાંભલા પરની લાઈનોની ચોરી આચરતા બે સખ્શોને હિંમતનગર એલસીબીએ ઝડપી લીધા છે. એલસીબીના પીએસઆઈ એસજે ચાવડા અને પોલીસ કર્મી કમલેશસિંહને બાતમી મળી હતી. જેને લઈ તેઓએ હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં ચેક કરતા ચોરીનો કોપર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે કોપર કેબલને તેઓએ ચોરી કરેલ હોવાનું કબૂલ કર્યુ હતુ..

આ પણ વાંચો:  સાબરડેરીની ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરુ, ‘અમૂલ’ ને લઈ સૌની નજર મંડરાઇ

કબુલાત કરતા એલસીબીને તપાસમાં જણાવેલ કે, તેઓ અન્ય પાંચ શખ્શો સાથે મળીને ચોરી આચરતા હતા. દિવસે ભંગાર ખરીદવાના બહાને નજર કરી રાખતા હતા અને રાત્રી દરમિયાન પીક અપ ડાલુ લઈને જઈ સાથે મળી વીજ કેબલની ચોરી આચરતા હતા. જેમાં વીજ ડીપી પણ તેઓ ચોરી કરતા હતા. તેમ જ અન્ય કેબલ અને ડીપીના ઓઇલની ચોરી આચરતા. ચાલુ વીજળીની લાઈન હોવા છતાં તેઓ થાંભલા પરથી વાયરોની ચોરી કરી જતા હતા. અરવલ્લી અને સાબરકાંઠા એમ બંને જિલ્લાઓમાં ચોકી આચરતી ટોળકીના બે શખ્શોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ટોળી મોબાઈલ ટાવરની બેટરીઓની પણ ચોરી આચરતી હોવાની કબૂલાત કરી છે.

ઝડપાયેલા આરોપી

  1. સાવરલાલ લચ્છીરામ ગુર્જર, રહે વિરપુર તા. હિંમતનગર
  2. ભેરુલાલ પારસમલ ગુર્જર, રહે વિરપુર તા. હિંમતનગર

ઝડપવાના બાકી આરોપી

  1. દિપક રેખારામ ગુર્જર, રહે જાંખરા તા. દેવગઢ જિ. રાજસમંદ, રાજસ્થાન
  2. સુરેશ વનારામ ગુર્જર, રહે બુરવાડા તા. આમેટ જિ. રાજસમંદ, રાજસ્થાન
  3. પ્રકાશ પન્નાલાલ સાલ્વી, રહે કવાસ કા ગુડા તા. દેવગઢ જિ. રાજસમંદ, રાજસ્થાન
  4. સુખદેવ ઉર્ફે સુરજ ઉદારામ ગુર્જર, રહે કવાસ કા ગુડા તા. દેવગઢ જિ. રાજસમંદ, રાજસ્થાન
  5. સુરેશ અને દિપકનો મિત્ર પીક-અપ ડાલાનો ચાલક જેનું નામ ઠામ પુરુ નથી..

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jan 31, 2024 08:29 PM
g clip-path="url(#clip0_868_265)">