Rain Report : છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દ્વારકામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

|

Jul 21, 2024 | 10:16 AM

મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતને ધમરોળી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 99 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે દ્વારકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો આપણે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતના કુલ 99 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે દ્વારકા જિલ્લામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢમાં 5.7 ઈંચ વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જળબંબાકાર !

તેમજ વેરાવળમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત તાલાલામાં 4 ઈંચ, વંથલીમાં 3.9 ઈંચ, મેંદરડા અને માણાવદરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ અન્ય 5 તાલુકામાં 2 ઈંચથી વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્તા જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો 300થી વધારે ગામડાઓમાં અંધારપટ છવાયો છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

 

Next Video