AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Vidoe: ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં મુખ્યમંત્રીએ આપ્યુ નિવેદન, રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ઘટી 2.5 થયો

Gujarati Vidoe: ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં મુખ્યમંત્રીએ આપ્યુ નિવેદન, રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ઘટી 2.5 થયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 11:47 PM
Share

Gandhinagar: કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોથી રાજ્યની શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. આ નિવેદન આપ્યુ છે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે. ગાંધીનગરમાં આયોજીત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ વાત કરી હતી. જ્યાં તેમણે કહ્યું કે, નવી શિક્ષણનીતિથી ભારતનું ભાવી ઉજ્જવળ બનશે. તેમણે ઉમેર્યું કે,આજના વિદ્યાર્થીને અમૃતકાળમાં વિકસિત ભારતનો ભાગ્યવિધાતા બનાવવાની જવાબદારી સમગ્ર શિક્ષક સમુદાયની છે.

Gandhinagar: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે શિક્ષક દિન નિમિત્તે 34 જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આયોજિત ‘ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ’ માં રાજ્યના 34 શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.આ અવસરે ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ’ યોજના તેમજ ‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ’ યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન આપતાં જણાવ્યું કે, આજનો દિવસ શિક્ષણથી રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપનાર શિક્ષકોની કાર્યનિષ્ઠા અને ઉત્તમ કામગીરીને બિરદાવવાનો દિવસ છે. તેમણે ઉમેર્યું કે, આજના વિદ્યાર્થીને અમૃતકાળમાં વિકસિત ભારતનો ભાગ્યવિધાતા બનાવવાની જવાબદારી સમગ્ર શિક્ષક સમુદાયની છે

આ પણ વાંચો: Gujarati Video: ભાવનગરમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ગેરરીતિના આરોપ, સિંચાઈ સમિતિ ચેરમેનના પતિએ કામ કર્યુ હોવાની ફરિયાદ

વધુમાં CM એ જણાવ્યુ કે  વડાપ્રધાને રાજ્યમાં શિક્ષણની દિશા બદલવા કન્યા કેળવણી અભિયાન, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા જન આંદોલનો ચલાવી ખાસ કરીને દીકરીઓના અભ્યાસની ચિંતા કરી છે. આ અભિયાનની સફળતાના રુપે ડ્રોપ આઉટ રેશિયો 37 ટકાથી ધડીને 2.5 ટકા થયો છે. તેમની પ્રેરણાથી રાજ્યના મંત્રીથી માંડીને ઉચ્ચ અધિકારીઓ ઉનાળામાં તાપમાં પણ શાળાએ જવા યોગ્ય બાળકોનું નામાંકન કરાવ્યું છે. એટલે જ આજે ગુજરાત વર્લ્ડ ક્લાસ એજ્યુકેશનનું મોડેલ બન્યું છે. શિક્ષક સમુદાયનું આ માટે ખૂબ જ મોટુ પ્રદાન રહ્યું છે એમ હું ચોક્કસ પણે માનું છુ.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 05, 2023 11:47 PM
g clip-path="url(#clip0_868_265)">