31 ડિસેમ્બર એટલે ખ્રિસ્તી કેલેન્ડરનો અંતિમ દિવસ. ત્યારે રાજ્ય અને દેશભરમાં દેવ દર્શન અને હિન્દુ રિવાજો સાથે 31 ડિસેમ્બરની ઉજવણી કરાઈ રહી છે. અન્ય યાત્રાધામોની જેમ જ અંબાજીમાં પણ માઈભક્તોની ભીડ જામી છે. જ્યાં એક તરફ પશ્ચિમી સભ્યતાને અનુરૂપી ડાન્સ અને પાર્ટી કરવામાં આવતી હોય છે. ત્યારે વર્ષ 2025ના અંતિમ દિવસે માઈ ભક્તોએ ચાચર ચોકમાં માં અંબાજીની આરાધના સાથે ગરબા રમીને ઉજવણી કરી. સાથે જ આગામી વર્ષ સૌ માટે સુખાકારી લાવે તેવી પ્રાર્થના કરી.