જૂનાગઢમાં પ્રવાસીઓની જામી ભીડ, ઉપરકોટ કિલ્લો અને ગિરનાર પર્વત પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા..ગિરનારમાં આવેલા તીર્થ સ્થાનોનાં દર્શન માટે પણ રાજ્યભરમાંથી અને અન્ય રાજ્યમાંથી પ્રવાસીઓ ઉમટ્યા છે. ખાસ કરીને ગિરનાર પર્વત પર આવેલા જૈન મંદિરો, મા અંબા અને દત્ત મહારાજના દર્શન માટે અન્ય રાજ્યમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. વહીવટીતંત્રે પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. ગિરનાર પર્વત પર ઉડન ખટોલાની સવારીનો પણ પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓ માટે તૈયાર કરાયેલી સુવિધા માટે મુલાકાતીઓ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. જૂનાગઢમાં મિની વેકેશનનો માહોલ જામ્યો. ઉપરકોટ કિલ્લો તેમજ ગિરનાર પર્વત સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી. ગિરનાર પર્વત પર આવેલાં જૈન મંદિરો, મા અંબા અને દત્ત મહારાજના દર્શન માટે અન્ય રાજ્યોમાંથી પણ આવી રહ્યા છે સહેલાણીઓ. વહીવટી તંત્રએ પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે કરી છે વિશેષ વ્યવસ્થા.