કચ્છ જિલ્લામાં પલટ્યું હવામાન. ભુજ, નખત્રાણા સહિતના વિસ્તારોમાં થયું માવઠું. નખત્રાણાના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો. શિયાળા દરમ્યાન કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી. ધોધમાર કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા, જીરા, રાયડો, ઈસબગુલ સહિતના શિયાળુ પાકમાં ભારે નુકસાની થવાની ભીતિ