સમગ્ર ગુજરાતમાં વાયુ પ્રદુષણનું સ્તર જોખમી. અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 339 પર પહોંચ્યો. અનેક વિસ્તારોમાં આંક ખરાબ કક્ષાએ જોવા મળ્યો. જુહાપુરામાં વાયુ ગુણવત્તા આંક 463 નોંધાયો. ધુમ્મસની સાથે સાથે વાયુ પ્રદુષણને કારણે વિઝિબિલિટી પણ ઘટી. વિવિધ પ્રકારના પ્રદૂષણોનું અવલોકન એટલે AQI, AQI દ્વારા જાણી શકાય છે પ્રદુષણની ગંભીરતા, AQIની રેન્જ 0 થી 500 વચ્ચે હોય છે, AQI જેટલો ઓછો એટલી હવા સારી, AQI વધે એમ એમ પ્રદૂષણમાં વધારાનો સંકેત, હવાની ગુણવત્તાનો સ્કોર AQI 0-100 વચ્ચે સારો ગણાય, AQI 101થી 200 વચ્ચે આવે તો સામાન્ય, AQI 201થી 300 વચ્ચે ખરાબ, AQI 301થી 400 ખૂબ જ ખરાબ , AQI 401થી 500 વચ્ચે અત્યંત ખરાબ