ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટર સાયન્સનું પેપર લીક થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપરલીક થયું હોવાનો દાવો કર્યો હતો. ઘટના એવી છે કે પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા D સેટનું પેપર વાયરલ થયું હતું. આથી પ્રશ્નો ઉઠ્યા હતા કે આ પેપર કોણે અને કેવી રીતે તેમજ ક્યાંથી વાયરલ કર્યુ છે. જો કે યુવરાજસિંહે પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટી કરી નથી અને TV9 પણ પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટી નથી કરતું.
સમગ્ર મામલે યુવરાજસિંહે જણાવ્યું કે પેપરનો સમયગાળો 3થી 6:15નો હતો, પરંતુ મારી પાસે 3:45 વાગ્યે પેપર વાયરલ થયાના સમાચાર આવ્યા. જાગૃત નાગરિક તરીકે મેં આ મામલે HMO, CMO અને PMO સુધી માહિતી પહોંચાડી હતી. આ સાથે યુવરાજસિંહે જણાવ્યું કે માહિતી મળતાની સાથે જ ક્રોસ વેરિફિકેશન કરતા પ્રાથમિક દ્રષ્ટિએ પેપર અમરેલીના સાવરકુંડલામાંથી લીક થયુ હોવાની આશંકા છે.
પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા D સેટનું પેપર વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. પરીક્ષાર્થીઓ પરીક્ષા આપતા હતા અને 45 મિનિટમાં જ કોમ્પ્યુટરના પેપરનો એક ભાગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પેપર વાયરલ થતાં ફરી એક વખત પેપરલીકની આશંકાને પગલે નીતિ રીતી ઉપર સવાલ ઉઠી રહ્યા છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયનું આજે પેપર હતું. જેના ફોટા સોશિયલ મીડિયામાં પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા જ વાયરલ થયા. જેને લઈને યુવરાજસિંહ જાડેજાએ પેપર લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરી. જેને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી હતી. વારંવાર પેપરલીક થવાની વાતથી લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ચિંતામાં આવી ગયા હતા તો આ તરફ પેપર વાયરલ થવાની વાત વાયુવેગે રાજ્યમાં ફેલાતા વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…