Gujarati Video: આણંદની બોરસદ નગરપાલિકાની વીજ જોડાણ કપાયું, ધારાસભ્યની મધ્યસ્થીથી બે કલાક બાદ વીજ પુરવઠો શરૂ કરાયો
આણંદની બોરસદ પાલિકામાં સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કપાયું હતું. જેમાં પાલિકાનું 2 કરોડ 72 લાખનું વીજ બીલ બાકી હોવાથી ગત રાત્રિએ શહેરની સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કપાયું હતું. જેમાં બાકી બીલને લઇને વારંવાર નોટિસ આપ્યા બાદ પણ વીજ બીલ ન ભરતા વીજ કનેક્શન કપાયું હતુ
આણંદની બોરસદ પાલિકામાં સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કપાયું હતું. જેમાં પાલિકાનું 2 કરોડ 72 લાખનું વીજ બીલ બાકી હોવાથી ગત રાત્રિએ શહેરની સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કપાયું હતું. જેમાં બાકી બીલને લઇને વારંવાર નોટિસ આપ્યા બાદ પણ વીજ બીલ ન ભરતા વીજ કનેક્શન કપાયું હતુ. જો કે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાતા શહેરમાં અંધારપટ થતા બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક રમણ સોલંકીએ મધ્યસ્થી કરી હતી.તેમની મધ્યસ્થી બાદ બે કલાકમાં જ વીજ પુરવઠો પુન: શરૂ કરાયો હતો.
આ પણ વાંચો : Gujarati Video: રાજકોટવાસીઓ પર લદાયો વધુ એક વેરાનો બોજ, પાણીવેરો 800થી વધારી 1500 રૂપિયા કરાયો
Published on: Feb 09, 2023 07:18 PM
Latest Videos