Gujarati Video: ઈરાનમાં ત્રાસમાંથી મુક્તિ અપાવવા બદલ પીડિતના ભાઇએ ગુજરાત સરકારનો આભાર માન્યો
સરકારની સતર્કતાના કારણે આખરે પંકજ અને નિશાનું લોકેશન તેહરાનમાં મળી આવ્યું હતું, જ્યાંથી પોલીસની મદદથી પંકજ અને નિશાને અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવવામાં આવ્યા હતા.જેના પગલે પીડિતના ભાઇ અને પરિવારજનોએ ગુજરાત સરકારનો આભાર માન્યો છે. તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો પણ આભાર માન્યો હતો
Ahmedabad : ઈરાનમાં બંધક બનેલા પંકજ અને નિશાને ગુજરાત સરકારની સક્રિયતાના કારણે 24 કલાકમાં જ નરક જેવા ત્રાસમાંથી મુક્તિ મળી હતી. જેમાં પીડિત પરિવારના પરિજનોએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મદદ માટે અપીલ કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોને કારણે તેહરાનમાં નિયુક્ત ડેપ્યુટી ચીફ ઓફ મિશન જોન માઈનો સંપર્ક પંકજ અને નિશાને શોધવા માટે કરવામાં આવ્યો હતો.
પીડિતના ભાઇ અને પરિવારજનોએ ગુજરાત સરકારનો આભાર માન્યો
સરકારની સતર્કતાના કારણે આખરે પંકજ અને નિશાનું લોકેશન તેહરાનમાં મળી આવ્યું હતું, જ્યાંથી પોલીસની મદદથી પંકજ અને નિશાને અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવવામાં આવ્યા હતા.જેના પગલે પીડિતના ભાઇ અને પરિવારજનોએ ગુજરાત સરકારનો આભાર માન્યો છે. તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો પણ આભાર માન્યો હતો.
જો કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં રથયાત્રા અને યોગ દિવસની તૈયારીઓમાં વ્યસ્ત હતા, પરંતુ મામલાની ગંભીરતા સમજીને તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલયને સાંકળીને પ્રયાસો શરૂ કર્યા હતા. આ અંગે પહેલ કરીને હર્ષ સંઘવી પોતે અધિકારીઓ પાસેથી અપડેટ લેતા રહ્યા.નોંધપાત્ર વાત એ છે કે, આ ઈરાન બંધકનો મામલો પણ TV9 દ્વારા ખાસ ઉઠાવવામાં આવ્યો હતો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
