Gujarati Video: લવ જેહાદના કિસ્સા રોકવા ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી ન આપવા VHPની અપીલ

| Edited By: | Updated on: Oct 08, 2023 | 9:47 AM

VHP On Navratri: નવરાત્રિ દરમિયાન લવજેહાદના કિસ્સા ન બને તે માટે ગરબા આયોજકોને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અપીલ કરવામાં આવી છે. ગરબામાં મુસ્લિમોને એન્ટ્રી ન આપવા અને ગરબા રમવા આવતા યુવકોને આઈકાર્ડ અને આધાર કાર્ડ જોઈને એન્ટ્રી આપવા VHPના સુરેન્દ્ર જૈન દ્વારા અપીલ કરાઈ છે.

VHP On Navratri: શક્તિની ઉપાસના અને માતાજીની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ. જો કે નવરાત્રિની શરૂઆત પહેલા જ લવ જેહાદના કિસ્સાઓને લઈને વિવાદે એન્ટ્રી લઈ લીધી છે. આ વિવાદ હાલ ધાર્મિક યુદ્ધમાં પલટાઈ રહ્યો છે. જેમા હિંદુ સંગઠનોના નેતાઓ દ્વારા આવતા નિવેદનો વિવાદને જન્મ આપી રહ્યા છે. ગરબાના કોઈ પણ આયોજક કોઈ પણ મુસ્લિમને ગરબામાં આવવા ન દેવા અપીલ કરાઈ છે.  VHPના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને જણાવ્યુ છે કે જે પ્રકારે હિન્દુ શોભાયાત્રા પર હુમલા થાય છે, તે જોતાં હવે નવરાત્રિમાં મુસ્લિમ યુવક-યુવતીઓ સામેલ ન થાય.

સુરેન્દ્ર જૈનએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ગરબામાં કોઈ મુસ્લિમ ન આવે તે VHP, બજરંગદળ સુનિશ્ચિત કરશે. સાથે જ રાજ્ય સરકારે પણ કોઈ મુસ્લિમ ગરબામાં ન આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ. આ સાથે VHP દ્વારા ગરબા આયોજકોને અપીલ કરાઈ છે કે ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી ન આપવામાં આવે તેમજ જે યુવકો ગરબા રમવા આવે તેને આઈકાર્ડ અને આધાર કાર્ડ જોયા બાદ જ એન્ટ્રી આપવાની અપીલ કરાઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: દાદાગીરી ભારે પડી! કેલોરેક્સ સ્કૂલમાં નમાઝ વિવાદ મામલે શિક્ષકને માર મારનાર ABVPના 3 કાર્યકર સામે ફરિયાદ- Video

“ડભોઈમાં તિલક બાદ જ ખૈલૈયાઓને મળશે પ્રવેશ”

આવું જ કંઈક નિવેદન ભાજપના ધારાસભ્ય પણ કરી ચૂક્યા છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું, કે તિલક સનાતન ધર્મની સંસ્કૃતિનું પ્રતીક હોવાથી ફરજિયાત કરાયું છે. ડભોઈના ગઢ ભવાની ગ્રૂપના ગરબામાં તિલક બાદ જ ખેલૈયાઓને પ્રવેશ મળશે. હજુ નવરાત્રિ શરૂ થઈ નથી. પરંતુ જે પ્રકારે આ માગણીઓ થઈ રહી છે. તે જોતા, જો નવરાત્રિમાં કોઈ નવી-જૂની થાય તો નવાઈ નહીં.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો