Gujarati Video: કડક બંદોબસ્ત વચ્ચે વડોદરા પરીક્ષા કેન્દ્રની તલાટીની પરીક્ષામાં સામે આવી બેદરકારી, OMR શીટમાં ઉમેદવારોના અંગૂઠાની ન લેવાઈ છાપ, અપાયા તપાસના આદેશ
Vadodara: તલાટીની પરીક્ષામાં MS યુનિવર્સિટીમાં પરીક્ષા કેન્દ્રની બેદરકારી સામે આવી છે. OMR શીટમાં ઉમેદવારોના અંગૂઠાની છાપ લેવાઈ નથી. સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 15 પૈકીના 8 વર્ગની અંદર OMR શીટમાં વર્ગખંડના ઉમેદવારોની અંગૂઠાની છાપ લેવાઈ ન હતી.
વડોદરામાં તલાટીની પરીક્ષામાં સામે આવેલા છબરડા અંગે હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં પોલિટેકનિક સેન્ટરમાં OMRમાં અંગૂઠાની છાપ લેવાઈ ન હતી. 15 વર્ગખંડોમાં OMRની છાપ લેવામાં આવી ન હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ આ ક્ષતિ સામે આવતા 7 વર્ગખંડમાં અંગૂઠાની છાપ લેવાઈ હતી, જ્યારે 8 વર્ગખંડના ઉમેદવારોના અંગૂઠાની છાપ લેવાઈ નથી. સમગ્ર મામલે પરીક્ષાના બીજા દિવસે આ બનાવની જાણ થઈ હતી. બનાવની સંપૂર્ણ તપાસ માટેના આદેશ અપાયા છે. બોર્ડ પ્રતિનિધિ સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાની ઘટનામાં ગેરરીતિ નહીં, પરંતુ બેદરકારી છે. સીસીટીવીની તપાસ કર્ચા બાદ જ પરિણામ જાહેર કરાશે.
આ પણ વાંચો: Surat: એસટી વિભાગે તલાટીની પરીક્ષાને લઈને રૂટીન સિવાય 172 એક્સ્ટ્રા બસો દોડાવી, 11 લાખની વધુ આવક થઇ
GPSSBના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યુ કે 15 પૈકીના 7 વર્ગની અંદર OMR શીટમાં અંગૂઠા લેવાઈ ગયા છે, 8 વર્ગમાં અંગૂઠા લેવામાં આવ્યા નથી. આ અંગે વડોદરાની પરીક્ષા સમિતિને એવુ કહ્યુ છે કે આમા જેમની પણ ભૂલ છે તેમની સામે ખાતાકીય પગલા લેવા. ઉપરાંત જે 8 વર્ગના OMR શીટમાં અંગૂઠા નથી લેવામાં આવ્યા એ ઉમેદવારોના એન્ટ્રન્સ વખતના સીસીટીવી, તેમની એટેન્ડન્સ શીટ, તેમનો કોલ લેટર અને તેમના ક્લાસરૂમના સીસીટીવીના આધારે એમનુ ડમી ઉમેદવાર અંગે વેરિફિકેશન કરવામાં આવશે.
ગુજરાત સહિત વડોદરા શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો