Surat: તલાટીની પરીક્ષા આપી પરત ફરી રહેલા યુવકનું ડમ્પરની અડફેટે મોત, જુઓ અકસ્માતના CCTV
Surat News: 7 મેએ તલાટીની પરીક્ષા આપી પરત ફરતા યુવકને અકસ્માત નડ્યો હતો. જે પછી ડમ્પર ચાલકની અડફેટે આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
સુરતના (Surat) મહુવાના મિયાપુર ગામ પાસે ડમ્પરની અડફેટે એક યુવકનું મોત થયુ છે. 7 મેએ તલાટીની પરીક્ષા આપી પરત ફરતા યુવકને અકસ્માત નડ્યો હતો. જે પછી ડમ્પર ચાલકની અડફેટે આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ ફરાર ડમ્પર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. આ ગંભીર અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે.
આ પણ વાંચો-Surat: સિવિલમાં નવજાત બાળકના મૃત્યુ બાદ પરિવાર થયો હતો ગાયબ, માતા-પિતાને શોધતા પોલીસ ગોથે ચઢી
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવલ ગામનો યુવક રાજકુમાર રાઠોડ તલાટીની પરીક્ષા આપવા વડોદરા ગયો હતો. તે કામરેજ બાઈક પાર્ક કરીને ગયો હતો. પરીક્ષા આપી પરત ફરી રહ્યો હતો ત્યારે તેને મહુવા તાલુકાના મિયાપુર ગામમાં ડપ્પરે અડફેટે લીધો હતો. જે પછી ડમ્પરના ટાયર નીચે આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.જે પછી આ વિસ્તારની જનતામાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે બનેલી અકસ્માતની ઘટના એક CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…