Gujarati Video : બોટાદમાં ભારે પવન અને કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, જગતનો તાત ચિંતામા

ઉનાળા પહેલા જ બોટાદમાં ચોમાસા જેવો માહોલ છવાયો ગયો હતો. તો બીજી તરફ વરસેલા કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 8:12 AM

બોટાદ જિલ્લામાં ભારે પવન અને કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને સાંજના સમયે અચાનક ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ઉનાળા પહેલા જ બોટાદમાં ચોમાસા જેવો માહોલ છવાયો ગયો હતો. તો બીજી તરફ કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન થવાની ભીતિ છે. જેને લઇ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થતું હોય છે. જેથી તેમને પાકનો સારો ભાવ મળતો નથી. વાવેતરમાં કરવામાં આવેલ ખર્ચ પણ માંડ માંડ નીકળતો હોય છે.

આ પણ વાંચો : Gujarati Video : બોટાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ચિંતા

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

અંકલેશ્વરમાં ભારે પવન સાથે વરસાદ

ભરુચ જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. અંકલેશ્વર GIDC તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાવા લાગ્યા છે. જેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે. આખુ વર્ષ મહેનત કરીને પકવેલા પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી હતી. સાબરકાંઠા, બનાસકાંઠા ,રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">