Video : બોટાદમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસના પગલે રાજકોટ દેવીપૂજક સમાજે વિરોધ પ્રદર્શન કર્યું
બોટાદમાં 9 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસને લઇ રાજકોટ દેવીપૂજક સમાજમાં રોષ ફેલાયો છે.રાજકોટમાં મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.પોસ્ટર સાથે દેવીપૂજક સમાજના લોકો રસ્તા પર ઉતર્યા હતા અને જિલ્લા પંચાયત કચેરી ખાતે ચક્કાજામ કર્યું હતું.એટલું જ નહીં આરોપીને ફાંસી આપવામાં આવે તેવી પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.

આ વિરોધ સમયે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.પોલીસે ટોળાને વીખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.દેવીપૂજક સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
બોટાદમાં 9 વર્ષીય બાળકીની હત્યા મુદ્દે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
ઉલ્લેખનીય છે કે, બોટાદમાં 9 વર્ષીય બાળકીની હત્યા મુદ્દે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.પોલીસે આરોપી રાજેશ ચૌહાણની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરી દીધો છે.આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યાને અંજામ આપ્યો હતો.
ઘટનાની વાત કરીએ તો બોટાદના ભગવાનપરા વિસ્તારમાં 15 જાન્યુઆરી 2023ના રાત્રીના એક અવાવરૂ જગ્યાએથી અર્ધનગ્ન હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.બાળકીનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવતા સમાજના આગેવાનોએ હત્યા થઇ હોવાની આશંકાએ ઉગ્ર વિરોધ નોંધાવી ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાની ગંભીરતા અને ઉગ્ર વિરોધને જોતા પોલીસે સક્રિય થઇ 24 કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો છે
આ પણ વાંચો : ગુજરાતમાં ખાખીના જાસૂસીકાંડમાં ચોંકાવનારો ખુલાસો : IPS અધિકારીઓ જ નહીં પણ બુટલેગરની પ્રેમિકાની પણ થતી હતી જાસૂસી