Gujarati VIDEO : રખડતા ઢોરનો આતંક યથાવત, લીંબડીના નાના ટીંબલા ગામમાં આખલાની અડફેટે આવતા 6 વર્ષના બાળકનું મોત, જુઓ Video

ગામના જાહેર રસ્તા પર યુધ્ધે ચઢેલા બે આખલાએ શાળાએ જવા નીકળેલા એક 6 વર્ષના બાળકને અડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 8:26 AM

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામમાં આખલાની અડફેટે 6 વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત થયું છે. બે આખલાના યુધ્ધમાં એક નિર્દોષ માસુમ બાળકનો ભોગ લેવાયો છે. ગામના જાહેર રસ્તા પર યુધ્ધે ચઢેલા બે આખલાએ શાળાએ જવા નીકળેલા એક 6 વર્ષના બાળકને અડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર, રાજકોટ- સુરેન્દ્રનગર ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ, ટૂંક સમયમાં વંદેભારત અને અન્ય હાઈસ્પીડ ટ્રેનો રાજકોટને મળશે

બાળકને હોસ્પિટલ સારવાર માટે લઇ ગયાં હતા. પણ બાળકને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. તો માસુમ બાળકના મોત બાદ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વાંરવાર રખડતા ઢોરને કારણે અનેક લોકો જીંદગી ગુમાવી રહ્યાં છે. ત્યારે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી રખડતા મોત સમાન ઢોરને ડબ્બે પુરે તેવી માગ કરવામાં આવી છે.

દહેગામમાં પણ રખડતા ઢોરની દહેશત

તો આ તરફ ગાંધીનગરના દહેગામમાં પણ રખડતા ઢોરની દહેશત જોવા મળી રહી છે. રખડતા પશુના હુમલાની વધુ એક ઘટના સામે આવી. રખડતા ઢોરે 7 વર્ષના બાળક અને યુવક પર હુમલો કર્યો હતો. બંને લોકો સોસાયટી પાસે આવેલા મેદાનમાં જાદુગરનો શો જોવા માટે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન રખડતા ઢોરે બે પિતરાઈ ભાઈને અડફેટે લીધા હતા. યુવકને છાતીના નીચે સામાન્ય ક્રેક અને બાળકને ફ્રેકચર થયું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">