AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: રાજ્યમાં 7મી મે એ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈને તંત્ર થયુ સજ્જ, ઉમેદવારોના કોલ લેટર સાથે થશે વીડિયોગ્રાફી, 8.64 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

Gandhinagar: રાજ્યમાં 7મી મે એ તલાટીની પરીક્ષા યોજાશે. જેમા 8.19 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. GPSSBના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યુ કે પરીક્ષામાં ઉમેદવારોને CCTV સામે ઉભા રાખી વીડિઓગ્રાફી થશે. રાજ્યમાં 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 5:05 PM
Share

રાજયમાં આગામી 7 મે રવિવારે યોજાનાર તલાટીની પરીક્ષાને લઈ તંત્ર સજ્જ બની ગયું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે તલાટીની પરીક્ષા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ કે તલાટીની પરીક્ષામાં જડબેસલાક વ્યવસ્થા ગોઠવાશે. ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા ગુજરાતમાં યોજાશે. ઉમેદવારોના કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. ઉમેદવારોને CCTV સામે ઉભા રાખી વીડિઓગ્રાફી થશે. રાજ્યમાં 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો પરીક્ષા આપશે.

પોલીસ અને ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ પરીક્ષામાં સતત નજર રાખશે. ગેરરીતિ આચરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે એસટી અને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ગેરરીતિ અંગે ઉમેદવારો 100 નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકાશે. પરીક્ષા પાસ થયા બાદ નિમણૂંક સમયે પરીક્ષા સમયની વીડિયોગ્રાફી મેચ કરાશે.

આ પણ વાંચો: Gujarati Video: રાજકોટમાં 200 કેન્દ્રો પર 55 હજાર ઉમેદવારો આપશે તલાટીની પરીક્ષા, એસટી વિભાગ 200થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવશે

પરીક્ષા આપનારની જ નિમણુંક થઇ છે કે કેમ તેની તપાસ થશે. ડમી ઉમેદવારોને કેવીરીતે પકડવા તે અંગેની ટ્રેનિંગ પણ અપાઈ છે. હાજર થવા પર ઉમેદવારોના હાથની ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે. તલાટીની પરીક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ હોવાનો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષે દાવો કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">