Gujarati Video : સુરતના ચોક બજાર વિસ્તારમાં સાત વર્ષની માસુમ સાથે દુષ્કર્મના કેસમાં કોર્ટે સંભળાવશે ફેંસલો, જુઓ Video
આજે કોર્ટ આરોપી મુકેશ પંચાલનો સંભવિત ફેંસલો આપે તેવી શક્યતા છે. આરોપીને કોર્ટે લાંબી સજા સંભળાવી શકે છે. મહત્વનું છે કે ચોક બજાર વિસ્તારમાં ગત 7 ડિસેમ્બર 2022માં ચકચાર બનાવ બન્યો હતો.
સુરતના ચોક બજાર વિસ્તારમાં સાત વર્ષની માસુમ સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આજે કોર્ટે મહત્વનો ફેંસલો સંભળાવવામાં આવશે. કોર્ટ આરોપી મુકેશ પંચાલનો સંભવિત ફેંસલો આપી શકે તેવી શક્યતા છે. આરોપીને કોર્ટે લાંબી સજા સંભળાવી શકે છે. મહત્વનું છે કે ચોક બજાર વિસ્તારમાં ગત 7 ડિસેમ્બર 2022માં ચકચાર બનાવ બન્યો હતો.
આ પણ વાંચો : Surat: આ શ્વાન તો સુરતીઓ પાછળ પડી ગયા ! છેલ્લા 15 દિવસમાં કરડવાના 477 કેસ, 22 દર્દીની હાલત ગંભીર
આરોપી મુકેશ પંચાલ માસૂમને ફોસલાવીને લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી નાખી હતી અને લાશને પેટી પલંગમાં છૂપાવી દીધી હતી. કેસની ગંભીરતા જોતા પોલીસે બીજા દિવસે જ આરોપી મુકેશ પંચાલની ધરપકડ કરી હતી અને આરોપી સામે પોલીસે ઝડપી ચાર્જશીટ ફાઈલ કરી હતી. કોર્ટની પ્રોસિડિંગ પણ ઝડપી ચાલાવવામાં આવી હતી. ત્યારે આજે કોર્ટ શું ફેંસલો સંભળાવશે તેના પર સૌ કોઇની નજર છે.
સુરતમાં અગાઉ મળી એક અપરાધીને સજા
2 વર્ષ અગાઉ સુરતના લિંબાયતમાં 15 વર્ષની કિશોરી પર લગ્નનની લાલચે બળાત્કાર કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા, 25 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ 3માસની સજાનો હુકમ કર્યો હતો. પીડિતાને 25 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરાયો હતો. આરોપીએ પીડિતાને લગ્નની લાલચે ભગાવી જઇ ભૂસાવલ જતી વખતે બસમાં બળાત્કાર ગુજાર્યો હતો.