AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: આ શ્વાન તો સુરતીઓ પાછળ પડી ગયા ! છેલ્લા 15 દિવસમાં કરડવાના 477 કેસ, 22 દર્દીની હાલત ગંભીર

છેલ્લા 15 દિવસમાં જ શ્વાન કરડવાના 477 કેસ નોંધાયા છે.  રખડતા શ્વાન કોઈને પણ હુમલાનો ભોગ બનાવી  દે છે.  કૂતરાં કરડવાના કેસમાંથી  22 કેસ તો દર્દીની હાલત ગંભીર જોવા મળી છે. મેડિકલ સ્ટાફના જણાવ્યા પ્રમાણે  રોજના સરેરાશ 155થી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાય છે.

Surat:  આ શ્વાન તો સુરતીઓ પાછળ પડી ગયા ! છેલ્લા 15 દિવસમાં કરડવાના 477 કેસ, 22 દર્દીની હાલત ગંભીર
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 22, 2023 | 1:12 PM
Share

જોકે સુરતવાસીઓ માટે શેરીમાં ફરતા શ્વાન મોટી આફત બની ગયા છે. શ્વાનના કરડવાના કારણે સુરતમાં છેલ્લા 15 દિવસમાં જ 477 કેસ નોંધાયા છે. તેમાં પણ ખાસ કરીને નાની બાળકીઓ ઉપર શ્વાને જીવલેણ હુમલો કર્યો હોય તેવી ઘટનાએ પણ પ્રકાશમાં આવી છે.

ગુજરાતીમાં એક સુભાષિત છે કે

સોબત કરતા શ્વાનની બે બાજુનું દુ:ખ,

ખીજ્યું કરડે પીંડીએ ને રીઝ્યું ચાટે મુખ

સુરતવાસીઓ આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે કે કોઈ કારણસર સુરતમાં  શેરીમાં ફરતા શ્વાન સતત લોકો ઉપર હુમલો કરી રહ્યા છે અને આ હુમલો ઘણીવાર જીવલેણ પણ બની જાય છે.  આંકડાકીય રીતે જોઈએ તો છેલ્લા 15 દિવસમાં જ શ્વાન કરડવાના 477 કેસ નોંધાયા છે.  રખડતા શ્વાન કોઈને પણ હુમલાનો ભોગ બનાવી  દે છે.  કૂતરાં કરડવાના કેસમાંથી  22 કેસ તો દર્દીની હાલત ગંભીર જોવા મળી છે.

જાન્યુઆરી માસમાં  1 હજાર ઉપરાંત લોકો બન્યા ભોગ

જાન્યુઆરી મહિનામાં 1 હજાર 205 લોકોને શ્વાને બચકા ભર્યા હતા. આ આંકડો જ દર્શાવે છે કે સુરતમાં રખડતા શ્વાન કોઇ મોટા સંકટથી કમ નથી  સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ  શ્વાન કરડયા બાદ ઇન્જેક્શન લેવા માટે દર્દીઓની લાંબી લાઇનો લાગેલી છે.   મેડિકલ સ્ટાફના જણાવ્યા પ્રમાણે  રોજના સરેરાશ 155થી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાય છે.

સુરતમાં શ્વાન કરડવાના કેસના આંકડા

  • વર્ષ 2018માં સ્મીમેર હોસ્પિટલમાં 7,154 અને સિવિલ હોસ્પિટલમાં 9,944 કેસ નોંધાયા.
  • વર્ષ 2019માં સ્મીમેર હોસ્પિટલમાં 7,375 અને સિવિલ હોસ્પિટલમાં 11,099 કેસ નોંધાયા.
  • વર્ષ 2020માં સ્મીમેર હોસ્પિટલમાં 5,264 અને સિવિલ હોસ્પિટલમાં 7,124 કેસ નોંધાયા.
  • વર્ષ 2021માં સ્મીમેર હોસ્પિટલમાં 5,431 અને સિવિલ હોસ્પિટલમાં 8,249 કેસ નોંધાયા.
  • વર્ષ 2022માં સ્મીમેર હોસ્પિટલમાં 5,298 અને સિવિલ હોસ્પિટલમાં 6,810 કેસ નોંધાયા.
  • જ્યારે વર્ષ 2023માં અત્યાર સુધી 2 હજાર 200થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે

આ પણ વાંચો : સુરતમાં 2 વર્ષની બાળકી પર ત્રણ શ્વાનનો હુમલો, 40થી વધુ બચકા ભરતા બાળકી લોહીલુહાણ, 2 મહિનામાં શ્વાનના હુમલાની ચોથી ઘટના

અગાઉ પણ બની આવી અનેક ઘટના

મહત્વનું છે કે, સુરત શહેરમાં શ્વાનના હુમલા અટકી નથી રહ્યા અને એક તરફ સુરત મનપા શ્વાનના ખસીકરણ પાછળ લાખો રુપિયાનો ધુમાડો કરી રહી હોવાનો દાવો છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર શ્વાનનો ત્રાસ યથાવત રહ્યાનું જણાય છે. રાત્રે સૂતેલો ચાર વર્ષનો બાળક બાથરુમ જવા માટે ઉભો થતા જ રખડતા શ્વાનો તેને ખેંચી ગયો હતો. બાળક બાથરૂમ કરવા જતો હતો ત્યારે ચાર શ્વાને તેના પર હુમલો કર્યો હતો. બાળકના આખા શરીરે શ્વાને બચકા ભર્યા હતા જેમાં ઈજાગ્રસ્ત બાળકનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

Follow Us
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
g clip-path="url(#clip0_868_265)">