Surat : લિંબાયતમાં કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર ઇસમને 20 વર્ષની સજા ફટકારાઇ

Surat News: લિંબાયતની 15 વર્ષીય સગીરાને 23 વર્ષીય આરોપી મુઝફ્ફર શેખે ભગાવી જઇ ભૂસાવલની આગળ બસમાં રેપ ગુજાર્યો હતો. દીકરી ઘરે ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંનેને શોધી કાઢયા હતા.

Surat : લિંબાયતમાં કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર ઇસમને 20 વર્ષની સજા ફટકારાઇ
દુષ્કર્મ આચરનારને સજા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 05, 2023 | 11:43 AM

આરોપી તેમજ પીડિતા મુસ્લિમ પક્ષના હોવાથી પર્સનલ લો મુજબ છોકરી 15 વર્ષની થાય એટલે તે પોતાની મરજીથી લગ્ન કરી શકે છેઃ બચાવ પક્ષની દલીલ 2 વર્ષ અગાઉ  સુરતના લિંબાયતમાં 15 વર્ષની કિશોરી પર લગ્નનની લાલચે બળાત્કાર કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા, 25 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ 3માસની સજાનો હુકમ કર્યો હતો. પીડિતાને 25 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરાયો હતો. આરોપીએ પીડિતાને લગ્નની લાલચે ભગાવી જઇ ભૂસાવલ જતી વખતે બસમાં બળાત્કાર ગુજાર્યો હતો.

સરકાર તરફે એપીપી દિપેશ દવેએ દલીલો કરી હતી. જ્યારે બચાવ પક્ષે દલીલ કરાઇ હતી કે પીડિતા અને આરોપી બંને મુસ્લિમ જાતિના પક્ષકાર છે અને મુસ્લિમ પર્સનલ લો મુજબ છોકરી 15 વર્ષની ઉપરની થાય અને માસિક ધર્મમાં આવતી હોય ત્યારથી પિતાની સંમતિ વગર પણ લગ્ન કરી શકે છે. કોર્ટે નોંધ્યુ હતુ કે પુરાવાઓ જોતા ભોગ બનનાર અને આરોપીએ મુસ્લિમ લો મુજબ નિકાહ કરેલા હોય તેવા પુરાવાઓ રેકર્ડ પર નથી.

લિંબાયતની 15 વર્ષીય સગીરાને 23 વર્ષીય આરોપી મુઝફ્ફર શેખે ભગાવી જઇ ભૂસાવલની આગળ બસમાં બળાત્કાર ગુજાર્યો હતો. દીકરી ઘરે ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંનેને શોધી કાઢયા હતા. આરોપી સામેની ન્યાયિક કાર્યવાહી બાદ કોર્ટે સજાનો હકમ કર્યો હતો.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

કોર્ટે ચુકાદામા નોંધ્યુ હતુક કે પોક્સો એક્ટની કલમ 2 (ડી) મુજબ ચાઇલ્ડ શબ્દની વ્યાખ્યા18 વર્ષથી નીચેની વ્યક્તિ એટલે કે તમામ વ્યકિતને અને તમામ કોમ્યુનિટીને આ કાયદો લાગુ પડે છે. તેથી બચાવપક્ષની આ દલીલ સ્વીકારવાપાત્ર નથી.

સુરત ઉધનામાં સાત વર્ષની બાળકીને અશ્લિલ વીડિયો બતાવી પાછળના ભાગે હાથ ફેરવનારા આરોપી શાબીર શેખને કોર્ટે ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. દીકરીની માતા સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગમાં ગઇ હોય, પિતા નોકરીએ હોય અને દાદા સૂઇ રહ્યા હોય ત્યારે ઘરમાં ગેસના કામ માટે આવેલા આરોપીએ આ હરકત કરી હતી. સમગ્ર કેસમાં પીએસઆઇ અનિતાબા કનકસિંહ જાડેજાની તપાસમાં ગંભીર બેદરકારીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">