Gujarati Video:લો બોલો પોલીસે જ કરી દારૂની ચોરી! દાહોદ પોલીસ મથકનો દારૂ ચોરીનો Video થયો વાયરલ

| Edited By: | Updated on: Aug 26, 2023 | 12:29 AM

Dahod: દાહોદ પોલીસ મથકમાંથી દારૂની ચોરીની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમા પોલીસ જ દારૂની ચોરી કરી રહી હોય તેવા દૃશ્યો દેખાઈ રહ્યા છે. બાઈક પર કેટલાક શખ્સો પોલીસ મથકમાંથી દારૂની પેટીઓ લઈ દીવાલ કૂદતા દેખાઈ રહ્યા છે.

Dahod: દાહોદનાં પીપલોદ પોલીસ મથકમાંથી દારૂની ચોરીની ઘટનામાં,, હવે ચોરીનો વીડિયો સામે આવ્યો છે. દારૂની પેટીની ચોરી કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.જેમાં કેટલાક શખ્સો પોલીસ મથકમાંથી દારૂની પેટીની ચોરી કરી દીવાલ કૂદતા નજરે પડી રહ્યા છે.

આ શખ્સો પોલીસ મથકની દીવાલ કૂદી બાજૂમાં આવેલા પેટ્રોલ પંપમાં આવી. બાઈક પર દારૂની પેટી લઈ જતા જોવા મળે છે.આ શખ્સો બીજુ કોઈ નહીં પરતું ખુદ પોલીસ જ છે…મહત્વનું છે કે SMCએ થોડા દિવસ પહેલા 916 જેટલી દારૂની પેટી પકડીને પીપલોદ પોલીસ મથકે મૂકી હતી. તે જથ્થામાંથી પોલીસની નજર હેઠળ જ 23 દારૂની પેટી ગાયબ થઇ ગઇ.જે બાદ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક કોન્સ્ટેબલ,7 GRD જવાન,એક TRB જવાન સામેલ છે. તપાસ દરમિયાન આરોપી પાસેથી દારૂની 2 પેટી પણ મળી આવી હતી.

દારૂબંધી વચ્ચે પોલીસ મથકમાંથી ખુદ પોલીસ જ દારૂની ઉઠાંતરી કરે તો કાયદો કોના ભરોસે રહેશે ? આ તો એવી જ વાત થઈ કે વાડ જ ચીભડા ગળે તો કહેવુ કોને. દીવા તળે અંધારા જેવા આ વહીવટને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે કે SMC દારૂ પકડીને બુટલેગરો સામે કાર્યવાહી કરે છે અને પોલીસ કર્મીઓ દારૂ ચોરી કરીને બુટલેગરોની મદદ કરે છે. જો પોલીસ કર્મીઓ જ બુટલેગરોના મદદગાર બની જાય તો એ ચિંતાજનક વાત છે.

આ પણ વાંચો : Gujarat Video: રાજકોટ જિલ્લા પંચાયતના શાસકોની અંતિમ સામાન્ય સભા મળી, બિનખેતી અને હેતુફેરની સત્તાનો મુદ્દો ગરમાયો

દાહોદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો